નવસારીના વેરાવળ પાસે પુર્ણા નદી પાસેથી ઍક જાગૃત નાગરિકનો ૧૮૧ પર કોલ આવતા જણાવેલ કે ૫૫ વર્ષની વય ધરાવતા વૃધ્ધાઍ નદીમાં છલાંગ મારી હતી. સ્થાનિકોઍ તેમને નદીમાંથી બહાર કાઢી છે. અને તેમને મદદની જરૂર છે.
નવસારી ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ તરત સ્થળ ઉપર પહોîચી હતી. વૃધ્ધાની તબિયત સારી ન હોવાથી ૧૦૮ બોલાવી મેડિકલ ટ્રીટમેન્ટ આપી હતી. ત્યારબાદ વૃધ્ધા જાડે વાતચીત કરતાં જાણવા મળેલ કે નવસારી ખાતે રહે છે. મારી વહુ બે વર્ષથી નાની છોકરીને લઇ ઝઘડા થાય છે. વૃધ્ધના પતિનું પણ અવસાન થતા દુઃખની વાત કોઇને કહી શકતા ન હતાં. તેમજ વહુ રોજ નાની નાની બાબતમાં ઝઘડો કર્યા કરે છે.
જેથી કંટાળીને આત્મહત્યા કરવાનો વિચાર કરી નીકળી ગયા હતાં. ૧૮૧ અભયમ ટીમે દિકરા ને સમજાવેલ કે તમે ઍક જ દિકરો છે તો તમારી મા ને સારી રીતે રાખવાની જવાબદારી તમારી છે. અને વહુને કહયું કે સાસુ તમારી મા સમાન છે. જેથી તેમની દેખભાળ રાખવાની ફરજ તમારી છે. દિકરા અને વહુને તેમની ભૂલ સમજાઇ અને હવે પછી આવી ભૂલ નહિ થાય તેની ખાત્રી આપી હતી. વૃધ્ધાને તેમના દિકરીને સોîપી હતી. આમ ૧૮૧ અભયમ ટીમે સરાહનીય કામગીરી કરી હતી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500