પરિવાર સાથે અણબનાવ થયો હોવાથી ઘરેથી નીકળી ગયેલી ભેસ્તાનની યુવતીની વ્હારે આવી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈને પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું. વિગતો એવી છે કે, મદદ કરવાની ભાવનાથી એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ પર કોલ કરી જણાવ્યું કે સુરતના વડોદમાં એક યુવતી ગુમસુમ બેઠી છે અને કોઈ તકલીફમાં હોય એવું જણાય છે જેથી મદદ કરવા વિનંતી કરી હતી. જેથી કતારગામ અભયમ ટીમ સ્થળ પર પહોંચી યુવતી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ભેસ્તાન આવાસમાં રહેતી ૨૧ વર્ષની આ યુવતી ધો.૧૦ સુધી ભણેલી છે.
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ઘણા વર્ષોથી પરિવાર સાથે સુરતમાં રહે છે. માતાપિતા મરજી વિરુદ્ધ લગ્ન કરવા દબાણ કરતા હોવાથી ખટરાગ થયો હતો. તેના ફોઈ લગ્ન માટે જે છોકરો બતાવતા હતા તે ઉંમરમાં મોટો હોવાથી પસંદ ન હતો. તેણીએ લગ્નનો ઈન્કાર કરતા ફોઈ અપશબ્દ બોલતા હતા. જેથી લાગી આવતા ઘરેથી નીકળી ગઈ હતી. અભયમ ટીમે સમજાવટથી કામ લઈને પરિવાર પાસે લઈ ગયા હતા. માતાપિતાને સમજાવ્યુ કે દીકરીને પસંદ હોય તેવા વ્યક્તિ સાથે દબાણ આપીને લગ્ન કરાવવા અયોગ્ય છે. અન્ય કાયદાકીય માહિતી આપીને યુવતીની સારસંભાળ રાખવા કહ્યું હતું. માતાપિતા સહમત થયા હતા અને કોઈપણ પ્રકારના દબાણ ન કરતા તેને વિશ્વાસમાં લઈને તેની મરજી જાણીને સગાઈ તેમજ લગ્ન કરવાની ખાતરી આપી હતી. દીકરી સહી-સલામત મળવાથી પરિવારે ૧૮૧ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application