Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન નવસારી દ્વારા કોવિડ-૧૯ વિશે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • June 22, 2021 

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને માર્ગદર્શન અને ત્વરિત મદદરૂપ બનતા અભયમ હેલ્પલાઇનને સારો પ્રતિભાવ મળી રહયો છે અભયમ સેવાનો વધુમાં વધુ મહિલાઓ લાભ મેળવે તે માટે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહયો છે. તાજેતરમાં કોરોના મહામારીથી દેશ અને દુનિયાઓને માઠા પરિણામો મળ્યા છે અને હવે આગામી સમયમાં પણ તેની સામે કાળજી લેવી અત્યંત આવશ્યક છે.

 

 

 

 

સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે અભયમ નવસારી ટીમ દ્વારા અડદા ગામે ગ્રામ્યજનો માટે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિગત સ્વછતા, માસ્કનો ઉપયોગ કરવો, ગામની જાહેર સ્વચ્છતા, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો, સૅનેટાઇઝર કે સાબુથી હાથ સાફ કરવા અને કોઈપણ આરોગ્યલક્ષી તકલીફ હોય તો તાત્કાલિક સારવાર લેવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

 

 

 

 

આ અવસરે મહિલા કાઉન્સેલર હેતલબેન ચૌધરી અને મહિલા પોલીસ અધિકારી અંજનાબેન પટેલ દ્વારા ગ્રામ્યજનોને મહામારી સામે રક્ષણ મેળવવા અપીલ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application