રાજ્ય સરકાર દ્રારા મહિલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ માટેની અભિનવ હેલ્પ લાઇન એટલે ૧૮૧ મહિલા હેલ્પલાઇન. જે ૨૪*૭ નિશુલ્ક સેવાઓ આપી રહી છે. આગામી નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ગરબા સ્થળે આવતાં હોય છે જેઓ ને કોઈ મદદ ની આવશ્યકતા પડે તે માટે અભયમ રેસ્કયુ ટીમ મદદ માટે તૈનાત કરવામાં આવી છે જે ગરબાના સ્થળે ફરજ બજાવશે અને કોઈ અનિચ્છનિય બનાવ બને નહી તે માટે રાત્રે બે ક્લાક સુઘી પેટ્રોલિંગ પણ કરશે.
અભયમ રેસ્ક્યું ટીમમાં મહિલા કાઉન્સેલર, મહિલા પોલીસ અને પાયલોટ સેવાઓ પહોચાડવા માટે સજજ કરવામા આવી છે આમ રાજ્યની મહિલાઓને સુરક્ષિત્તાનો અહેસાસ થશે અને નિર્ભય રીતે ગરબાની મઝા માણી શકશે. મહિલાઓએ તકેદારીના ભાગરૂપેને પરિચિત ગ્રૂપ સાથે રહેવા, નિર્ધારિત સમયમાં ઘરે પાછા ફરવા, એકાંત જગ્યાં, રસ્તો કે શોર્ટ ક્ટ અપનાવશો નહી,અજાણી વ્યક્તિ સાથે લિફ્ટ લેવી નહીં, ચા નાસ્તો કે કોલ્ડ ડ્રીંક લેવાનું ટાળવું, અજાણી વ્યક્તિઓને મોબાઈલ નંબર આપવો નહીં વગેરે મુદ્દાઓને અનુસરવા ૧૮૧ ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈ પણ આપત્તિ કે ભય જનક પરિસ્થિતિ સમયે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરવાથી મદદ મળી શકશે. આ ઉપરાંત આપના સ્માર્ટ મોબાઈલમાં "૧૮૧ અભયમ" એપ્સ ડાઉનલોડ કરવાથી અભયમ સેવાઓ વધુ ઝડપથી મેળવી શકાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500