ભારત દિવસે ને દિવસે આર્થિક જ નહિ પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ આગળ વધી રહ્યો છે. દેશમાં પુરૂષ-મહિલા સમાનતા માટે સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસ થઈ રહ્યાં છે. આ જ દિશામાં હવે વધુ એક ઉત્તમ દ્રષ્ટાંત સરકારે દેશ સમક્ષ મુક્યું છે. સર્જન વાઇસ એડમિરલ આરતી સરીનને મંગળવારે DGAFMSના આગામી ડિરેક્ટર જનરલ (DG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ડીજીએએફએમએસના વડા તરીકે નિયુક્ત થનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. DGAFMSના 46માં ચીફ તરીકે ચાર્જ સંભાળતા પહેલા, વાઈસ એડમિરલ સરીને નૌકાદળ અને વાયુસેનામાં ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસ અને પુણેમાં સશસ્ત્ર દળ મેડિકલ કોલેજ (AFMC)નાં ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી. તેઓ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (AFMC), પૂણેમાંથી સ્નાતક થયા હતા. તેમની પાસે રેડિયો ડાયગ્નોસિસ અને રેડિયેશન ઓન્કોલોજીમાં બે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી છે અને તે ગામા નાઈફ સર્જરીમાં ટ્રેઈન્ડ છે. અત્રે નોંધનીય છે કે, DGAFMS સંસ્થા દેશના સશસ્ત્ર દળો સંબંધિત દરેક મેડિકલ પોલિસી મામલાની સર્વોપરી સંસ્થા છે અને તે સીધું જ રક્ષા મંત્રાલયને આધીન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application