રજનીકાંત અને આમિર ખાન આશરે ૩૦ વર્ષ પછી પહેલીવાર રજનીકાંતની આગામી ફિલ્મ 'કૂલી'માં સ્ક્રીન શેર કરવાના છે. આ ફિલ્મમાં આમિર ખાન એક કેમિયો કરી રહ્યો હોવાનું કન્ફર્મ થઈ ગયું છે. 'કૂલી' ફિલ્મ લોકેશ કનગરાજ બનાવી રહ્યો છે. તેમાં નાગાર્જુન, શ્રુતિ હસન અને સત્યરાજ સહિતના કલાકારો છે. રજનીકાંતની આ ૧૭૧મી ફિલ્મ હશે. ફિલ્મનું આગામી શિડયૂલ આ સપ્તાહમાં ચેન્નઈમાં શરુ થવાનું છે. ત્યારે આમિર ખાન ચેન્નઈમાં પોતાના કેમિયોનું શૂટિંગ કરે તેવી સંભાવના છે. લોકેશ કનગરાજે આમિર માટે એક ખાસ પાત્ર ઊભું કર્યું છે અને આમિર તથા રજનીકાંત થોડા સમય માટે પણ અસરકારક અસર ઊભી કરે તેવો સીન લખ્યો છે. જોકે, આમિર ચોક્કસ કયો રોલ ભજવી રહ્યો છે તે હજુ જાહેર કરાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application