Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાના ઉમેદવારની બીજી યાદી જાહેર,પૂર્વ પોલીસ અધિકારીને આપી ટીકીટ

  • August 18, 2022 

અમદાવાદ ખાતે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા બીજી વખત ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી આ પહેલા પણ પ્રથમ ઉમેદવારની યાદી જાહેર કરી હતી. અમદાવાદમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી વધુ ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે જયારે અમે પ્રથમ યાદી બહાર પાડી હતી ત્યારે અમને શુભેચ્છા આપવામાં આવી હતી.




આમ આદમી પાર્ટી આ વર્ષે પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની 182 બેઠક પરથી ચૂંટણી લડવાની છે ત્યારે આજે બીજી વખત પાર્ટી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં અમદાવાદ(અસારવા), ચોટીલા, ગોંડલ, માંગરોળ, જામનગર, ધોરાજી, વાંકાનેર બેઠકની ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી.




આ તકે ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાતના લોકોનો આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.આપ દ્વારા આજે જાહેર કરાયેલા ઉમેદવારની યાદી1) વિક્રમ સોરાણી - વાંકાનેર બેઠક2) પિયુષ પરમાર - માંગરોળ બેઠક3) કરશન કરમુત - જામનગર બેઠક4) નિમીષાબેન ખુંટ - ગોંડલ બેઠક5) રાજુ કપરાડા - ચોટીલા બેઠક6) પૂર્વ પોલીસ અધિકારી જે જે મેવાડા - અમદાવાદ આસરવા બેઠક7) વિપુલ સખીયા - ધોરાજી બેઠક8) ભરત વખાળા - દેવગઢબારીયા બેઠક9) પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર - ચોર્યાસી વિધાનસભા બેઠક..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News