આમ આદમી પાર્ટીએ પ્રથમ વખતે ચૂંટણીમાં ઝપલાવ્યું છે ત્યારે આપ પાર્ટી અત્યારે 8 સીટો પર આગળ ચાલી રહી છે. 10 વાગ્યા સુધીના કાઉન્ટિંગમાં આપ પાર્ટી વિવિધ 8 સીટો પરથી આગળ જોવા મળી રહી છે. એક્ઝિટ પોલની અંદર પણ આપ પાર્ટીને 8 આસપાસ સીટો મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ અનુમાન પ્રમાણે આપ પાર્ટી અત્યારે આઠ સીટો પર આગળ ચાલી રહી છે.
આ વખતે ભાજપ,કોંગ્રેસની સાથે સાથે આપ પાર્ટી પર પણ સૌ કોઈ નજર રાખીને બેઠા છે.આપ પાર્ટીના સત્તાધીશો દ્વારા આ વખતે ગુજરાતમાં જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ એ શક્ય એક્ઝિટ પોલમાં બનતું નહોતું દેખાતું ત્યારે અત્યારે બીજેપી સૌથી વધુ આગળ જોવા મળી રહી છે ત્યાર બાદા કોંગ્રેસ અને આપ પાર્ટી પણ તેની પાછળ રેસમાં જોવા મળી રહી છે.
આ સીટો પર છે આગળ
ડેડીયાપાડા,માંડવી,વરાછા,વ્યારા, ભીલોડા, ચોટીલા,ખંભાળીયા,ગારીયાધાર બેઠકો પર આપ આગળ જોવા મળી રહી છે.આમ આદમી પાર્ટીના નેતાઓ જેમ કે,ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથિરીયા પર જીતનો આશાવાદ પહેલાથી વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વખતે પરીણામોનું ચિત્ર ટૂંક જ સમયમાં સ્પષ્ટ થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500