ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ માત્ર એક સીટ પરથી પોતાના ઉમેદવાર બદલ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગઈકાલે યાદી જાહેર કર્યા બાદ આજે ફરી યાદી જાહેર કરી છે. આમ આદમી પાર્ટીએ સિદ્ધપુર, માતર સહીતની 3 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આ ત્રણ નામો થયા જાહેર
સિદ્ધપુર - મહેન્દ્ર રાજપૂત
માતર - લાલજી પરમાર
ઉધના - મહેન્દ્ર પાટીલ
કેજરીવાલે આપી શુભેચ્છા
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 15મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલનેઆમ આદમી પાર્ટીએ એક પછી એક ઉમેદવારોનું લિસ્ટ જારી કરી દીધું છે.
આપ પાર્ટીમાં નવા ઉમેદવારો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કેટલા કારગત થશે એ તો 8 તારીખે જ ખબર પડશે પરંતુ આપ પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકો પર જીતવા માટે સાહસ કર્યું છે. કોંગ્રેસ માટે અને શહેરી વિસ્તારોમાં આપ માટે આ પડકાર સાબિત થઈ શકે છે. માટે આપની તૈયારીઓ પણ ઝંઝાવાતી પ્રચારને લઈને તેજ જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500