સુરતમાં આમ આદમી પાર્ટી એ ભાજપ સરકાર વિરોધમાં રેલી કાઢી હતી. 08:00 વાગે રેલી નીકળી તેની સાથે જ પોલીસે આમ આદમી પાર્ટી ના કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસની કાર્યવાહી સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવા સાથે આજે આમ આદમી પાર્ટીએ અઠવા ગેટ ખાતે રેલી ની જાહેરાત કરી હતી. રેલી શરૂ થવાની સાથે જ અઠવા ગેટ ખાતે પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. રેલીમાં આવનાર કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
રેલીની શરૂઆત થાય તે પહેલાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ બંદોબસ્ત જોઈ કેટલાક કાર્યકરો તો બારોબાર નીકળી ગયા હતા. ત્યારબાદ 100 થી વધુ કાર્યકરો જુદી જુદી દિશામાંથી આવી ગયા હતા. મહાવીર હોસ્પીટલથી રેલી નીકળી અને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે પહોંચે ત્યારે જ પોલીસે અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે થોડો સમય ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500