આખરે અનેક અટકળો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતની સીટની ફાળવણી પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સહમતી થઇ છે. બેઠકની ફાળવણીઓમાં ભરૂચ બેઠક ચર્ચાના કેન્દ્રસ્થાને રહી છે. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી તરફથી ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડશે. કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા પક્ષના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠકની ઉમેદવારી આમ આદમી પાર્ટીના ફાળે જવાથી કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે.
આ બેઠક પર અહેમદ પટેલના પરિવારના સમર્થકો નિર્ણયથી હતાશ છે. કોંગ્રેસ તરફે અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની મજબૂત દાવેદારી હતી. સીટની ફાળવણી બાદ મુમતાઝ પટેલે tv9 સાથે વાતચીત કરી હતી. મુમતાઝે ગઠબંધનના નિર્ણય સામે કહ્યું હતું કે હું કોંગ્રેસના સૈનિક તરીકે નિર્ણયથી સાથે છું પણ સહમત નથી. વધુમાં તેમને ઉમેર્યું હતું કે કોંગ્રેસના કાર્યકર તરીકે હું આમ આદમી પાર્ટીનો પ્રચાર કરીશ નહીં. આપ ને સીટની ફાળવણીથી નારાજ હોવાની મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application