ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ તથા આયુષ કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ઉચ્છલ તાલુકાના આશ્રમશાળા ભડભુંજા ખાતે આયુષ મેળો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આયુર્વેદનું મહત્વ કોરોના કાળમાં સમગ્ર વિશ્વનાં લોકો સમજ્યા છે. આયુર્વેદની તમામ દવાઓ વનસ્પતિ અને ફાળફાળાદીમાંથી મળી રહે છે. ત્યારે તેને જીવનનો એક ભાગ બનાવવાથી અનેક રોગથી બચી શકાય છે. બિમારીથી કેમ બચી શકાય તે જીવનશૈલી આયુર્વેદ જણાવે છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, લોકોની જીંદગી અમુલ્ય છે તે માટે સરકાર આયુષ મેળાના માધ્યમથી આયુર્વેદને ઘર-ઘર સુધી પ્રચાર-પ્રસાર થાય તે સક્રીય રીતે કામગીરી કરી રહી છે. તેમણે લોકોને પણ આવા આયોજનોનો લાભ લેવા અપીલ કરી પ્રદર્શનમાં દર્શાવેલ માહિતીને દરેક નાગરિકને જાણવા અને આયુર્વેદ સારવાર લેવા આપીલ કરી હતી. આ સાથે મહાનુભાવોના હસ્તે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલ પોષણ કીટ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોએ પોતાના હાથે બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવ્યા હતા.આઇસીડીએસ વિભાગ દ્વારા પોષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આયુર્વેદ વિભાગના વિવિધ માહિતી સ્પ્રદ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા જેની મહાનુભાવોએ મુલાકાત લઈ વિગતે માર્ગદર્શન મેળવ્યું હતું, નોધનિય છે કે, ઉચ્છલ તાલુકાના ભડ્ભુંજા ખાતે આયોજીત આ આયુષ મેળામાં કૂલ- ૧૫૮૦ નાગરિકોઓ વિવિધ સારવાર અને ઉપચારનો લાભ લીધો હતો. જેમાં આયુર્વેદ ઓપીડીના કુલ ૨૮૫ લાભાર્થીઓ, હોમિયોપેથી નિદાન સારવારમાં ૧૨૨, અગ્નિકર્મ-ઘંટીયંત્ર કર્મમાં-૫૨, સુવર્ણપ્રાશનમાં-૧૪૨, અમૃત પાનક-૩૭૫ લાભાર્થીઓ તથા ઔષધિય પ્રદર્શનના ૪૨૨ લાભાર્થીઓ અને સ્વસ્થવૃત શિબિરના ૧૮૨ લાભાર્થીઓ મળી કૂલ ૧૫૮૦ જાહેરજનતાએ આયુષ મેળાનો લાભ લીધો હતો.
આયુષ મેળાની વિશેષતાઓ...
આયુર્વેદના નિષ્ણાંત વૈદ્યો દ્વારા પ્રકૃતિ પરિક્ષણ કરી સારવાર આપવામાં આવી, જૂના સાંધા અને સ્નાયુના રોગોમાં તુરંત લાભકારક પંચકર્મ, અગ્નિકર્મ અનેઘાંટી કર્મનું માર્ગદર્શન,ચામડી તથા કાન, નાક, ગળાના રોગો, સિકલસેલમાં હોમિયોપેથીક સારવાર આપવામાં આવી, બી.પી. ડાયાબીટીસ, થાઈરોઈડ, ઓબેસીટી–સ્થુળતા જેવા લાઈફ સ્ટાઈલને લગતા રોગો તેમજ માનીસીક રોગો માટે યોગ નિષ્ણાંત દ્વારા યોગ માર્ગદર્શન આપવામાં આવ્યું, વૃધ્ધાવસ્થાજન્ય રોગોની વિશેષ સારવાર આપી, રસોડાના ઔષધો તથા ઘરગથ્થુ ઉપચાર, લીલી વનસ્પતિઓ વિશે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન, આયુષની જીવન પધ્ધતિ અપનાવવા બાબતે દિનચર્યા-ૠતુચર્યા વગેરેનું ચાર્ટ પ્રદર્શન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500