Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશની ગુપ્ત માહિતી પહોચાડનાર કચ્છનાં BSF જવાનને ATSએ ઝડપી પાડ્યો, માહિતી આપવાના બદલામાં 25 હજારથી વધુ રૂપિયા મેળવતો હતો

  • July 08, 2023 

દેશની ગુપ્ત માહિતી પહોંચાડવાનાં આરોહ હેઠળ કચ્છમાંથી ગુજરાત ATS દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જયારે ATS દ્વારા ભૂજમાંથી વિશાલ બડીયા નામના શખ્સની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભૂજનો નિલેશ બડીયા નામનો શખ્સ પાકિસ્તાનનાં હેન્ડલરને ગુપ્ત માહિતી આપતો હતો. તેમજ નિલેશ કચ્છ BSF યુનિટમાં પ્યૂન તરીકે કામ કરતો હતો. પાકિસ્તાનને  માહિતી આપવાના બદલામાં રૂપિયા 25 હજારથી વધુ રૂપિયા મેળવતો હતો. તપાસ દરમિયાન ગુજરાત ATSને જાણવા મળ્યું છે કે, વિશાલ અગાઉ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. ત્યાર પછી હની ટ્રેપમાં ફસાયા બાદ BSFની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી.



તે અદિતિ નામની બનાવટી પ્રોફાઈલની મદદથી માહિતી મોકલતો હોવાની વિગતો પણ સામે આવી છે. હાલમાં ગુજરાત ATSએ તમામ તપાસ હાથ ધરી છે અને આરોપીનાં મોબાઇલની FSL તપાસમાં હકીકત સામે આવી છે. આરોપી સામે ઓફીસીયલ સીક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને સમગ્ર ઘટના મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે. ગુજરાત ATS દ્વારા વિશાલની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. BSFની કેટલી મહત્વની માહિતી તેણે પાકિસ્તાનના હેન્ડલર સુધી પહોંચાડી દીધી હતી અને તે પણ હનીટ્રેપનાં શિકાર થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application