Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનનો એએસઆઈ લાંચ લેતા ઝડપાયો

  • October 08, 2021 

ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકના ઉનાવા આઉટ પોસ્ટમાં એએસઆઈ હસમુખભાઇ અંબાલાલ શર્મા (બ.ક.નં-804) ફરજ બજાવે છે. ત્યારે ફરિયાદીના પત્ની તેઓના પિયર મહારાષ્ટ્ર ખાતે તેઓની મરજીથી ગયા હતા. આ અંગેની જાણ ફરીયાદીની સાળીને થઈ હતી અને ફરીયાદી અને તેમની સાળી વચ્ચે અણબનાવ હોવાથી ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના સાળીએ ઉનાવા આઉટ પોસ્ટમાં રૂબરૂ જઈ ફરિયાદીના પત્ની ગુમ અંગેની જાણવા જોગ અરજી કરી હતી. જે તપાસ એએસઆઈ હસમુખ શર્મા કરતા હતા. તેઓએ ફરીયાદીને ઉનાવા આઉટ પોસ્ટ બોલાવી તમારી પત્ની ગુમ થયેલ છે, તે બાબતે પુછપરછ કરી નિવેદન પણ લીધું હતું. જેમાં ફરિયાદીએ જણાવેલ કે, મારી પત્ની ગુમ થયેલ નથી અને મારી પત્ની તેની મરજીથી તેના પિયરમાં ગઈ છે. અમારે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ થયો નથી. ત્યારબાદમાં ફરિયાદીના પત્ની પોતાના પિયરથી પરત આવતા ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમના સાળી પેથાપુર પોલીસ મથક ગયા હતા.

 

 

 

 

 

 

તે સમયે એએસઆઈ શર્માને મળ્યા હતા અને ઉક્ત અરજી બાબતે તેમણે સમાધાન કરાવ્યું હતું. પરંતુ અરજી ફાઇલે કરવા માટે હસમુખ શર્માએ ફરીયાદી પાસે પ્રથમ રૂપિયા 20 હજારનીની લાંચની માંગણી કરી હતી અને રકઝક કરી રૂપિયા 5 હજાર લાંચ પેટે આપવાના નક્કી કર્યા હતા. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય એસીબી ટોલ ફ્રી નંબર-1064 ઉપર સંપર્ક કરી એસીબી ખાતે ફરિયાદ આપી હતી. જેનાં પગલે એસીબી પીઆઈ એસ.ડી.ચૌધરીએ મદદનીશ નિયામક એ.કે.પરમારનાં માર્ગદર્શન હેઠળ ગતરોજ ઉનાવા આઉટ પોસ્ટમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં એએસઆઈ શર્મા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 5 હજારની માંગણી કરી અને સ્વીકારી રંગેહાથ ઝડપાઈ ગયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application