સુરતના અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈની શુક્રવારે બપોરે ડયુટી પર અચાનક તબિયત બગડતા બેભાન થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા મૃત જાહેર કરાયા હતા.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ડિંડોલીમાં કરાડવા રોડ ખાતે સાંઈપ્રેરણા સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય ભરતભાઈ સામાભાઈ સાળવે હાલમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા.શુક્રવારે બપોરે ભરતભાઇ મોબાઇલ વાનમાં ફરજ દરમિયાન પોલીસ મથક બહાર અચાનક તેમની તબીયત બગડી હતી. તેમને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ લવાયા હતા પણ મૃત જાહેર કરાતા પરિવાર અને પોલીસ તંત્રમાં શોકની લાગણી ફેલાઇ છે.
અઢી વર્ષ બાદ નિવૃત્ત થનાર ભરતભાઇ મુળ મહારાષ્ટ્રના વતી હતા. સંતાનમાં બે પુત્ર છે. તેમણે પોલીસ કમિશનર કચેરી સહિત વિવિધ જગ્યાએ નિષ્ઠાથી ફરજ બજાવી હતી.નવી સિવિલમાં પોસ્ટ માર્ટમ કરનાર ડોકટરે કહ્યું કે, ભરતભાઇનું બ્લેડપ્રેશર વધી ગયું હતુ. જેથી બ્રેઇન હેમરેજ થવાથી મોત થયું હતું. બનાવ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500