Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

AMCએ વેરો ના ભરનાર શહેરના જૂદા-જૂદા 7 ઝોનમાં 2074 મિલકતો સીલ કરી, સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મિલકતોને સીલ કરવામાં આવી

  • November 25, 2023 

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશને મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત વેરાના બાકીદારો સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરી છે. જેમાં અલગ-અલગ વિસ્તારોમાં વેરો નહીં ભરનારની મિલકતોને સીલ મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન તરફથી મિલકત વેરો નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી કરતા વેરા વસુલવા બાકીદારોની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.



AMCએ અત્યાર સુધીમાં શહેરના જૂદા-જૂદા 7 ઝોનમાં 2074 મિલકતો સીલ કરી 2 કરોડ 62 લાખનો વેરો વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત 318 એકમો પણ સીલ કરીને મ્યુનિ. કોર્પોરેશને રૂપિયા 34.38 લાખની વેરા વસૂલાત કરી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 402 મિલકતોને સીલ મારવામાં આવી છે. આ સિવાય મધ્યઝોનમાં 332 અને ઉત્તર ઝોનમાં 332 મિલકતો સીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા હજુ પણ બાકી વેરો વસૂલવા માટે આગામી દિવસોમાં પણ ઝૂંબેશ સઘન બનાવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application