ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. ચૂંટણી પંચ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતમાં કાર્યક્રમ રાખે તેવી શક્યતા છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) એ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 30 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. AIMIMએ અત્યાર સુધીમાં પાંચ બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરત પૂર્વ બેઠક પરથી વસીમ કુરેશી,લિંબાયત બેઠક પરથી અબ્દુલ બશીર,જમાલપુર ખાડિયા બેઠક પરથી સાબીર કાબલીવાલા,દાણીલીમડા બેઠક પરથી કૌશિકા પરમાર અને બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાનનો સમાવેશ થાય છે.
ઓવૈસીનું કહેવું છે કે AIMIM ગુજરાતના લોકો માટે છે. એક મજબૂત અને સ્વતંત્ર અવાજ ઉભરી આવશે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. તમને જણાવી દઈએ કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ મહિનાના અંતમાં ગુજરાતમાં વડાપ્રધાનનો કોઈ કાર્યક્રમ હોઈ શકે છે,તેથી બની શકે છે કે તે પછી જ ચૂંટણી પંચ તારીખો જાહેર કરે.ચૂંટણી પંચની જાહેરાત બાદ સરકાર વધુ કોઈ જાહેરાત કરી શકે તેમ નથી. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500