ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી ના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા એ રાયબરેલીનામુન્શીગંજ સ્થિત કિસાન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ આઈ એમ આઈ એમ ના સુપ્રીમોઅસદુદ્દીનઓવૈસીપર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આ દરમિયાન કહ્યું કે, તેઓ ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓવૈસીભાજપની બી ટીમ છે. ઓવૈસી પર નિશાન સાધતા પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, ‘હું તમને વારંવાર કહું છું કે અસદુદ્દીનઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે.
ભાજપને જ્યાં પણ અન્ય પક્ષોને પાછળ ધકેલી દેવા માટે કોઈને મેદાનમાં ઉતારવાની જરૂર હોય ત્યાં તે આમ કરે છે. તેલંગાણાની ચૂંટણીમાં આ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, ‘છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને તે માફ કરવામાં આવી. કર્ણાટકમાં અમે કહ્યું હતું કે, મહિલાઓનાખાતામાં2000 રૂપિયા જમા થશે, આજે તે જમા થઈ રહ્યા છે. જ્યાં પણ અમારી સરકાર છે અમે અમારા વચનો પુરા કર્યા છે. જો અમારી સરકાર કેન્દ્રમાં આવશે તો ખેડૂતોની લોન માફી માટે કાયમી કમિશનની રચના કરવામાં આવશે. ખેતીને લગતા તમામ સાધનો જી એસ ટી મુક્ત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500