સરકારની ગ્રાન્ટ છતાં અને અગાઉ ડીઈઓ કચેરી દ્વારા સમયસર પગાર પંચના બિલ રજૂ કરવાની સૂચના આપવામા આવી હોવા છતાં 176 નિવૃત કર્મચારીના સાતમા પગાર પંચના પાંચમા હપ્તાના બિલ રજૂ કરવામા વિલંબ કરનારી 13 સ્કૂલોને ડીઈઓ દ્વારા શો કોઝ નોટિસ આપવામા આવી છે. અમદાવાદ શહેર ડીઈઓ હેઠળની ગ્રાન્ટેડ સ્કૂલોના નિવૃત્ત થતા કર્મચારીઓને સાતમા પગાર પંચના 20 ટકા લેખે પાંચમો હપ્તો આપવાનો થતો હતો અને જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને ગત 25 સપ્ટેમ્બરના રોજ સર્ક્યુલર મોકલીને નિયત સમય મર્યાદામાં નિવૃત કર્મચારીઓના તમામ આધારો રજૂ કરવા આદેશ કરવામા આવ્યો હતો.
મોટા ભાગની સ્કૂલોને સમય મર્યાદામાં દરખાસ્ત રજૂ કરી દીધી છે અને તે સ્કૂલોના નિવૃત કર્મચારીઓને પાંચમા હપ્તાની ચુકવણી થઈ ગઈ છે. પરંતુ 13 જેટલી સ્કૂલોએ નિયત મર્યાદામાં પાંચમા હપ્તાના બિલ રજુ કર્યા ન હોવાથી શાળાની બેદરકારી સામે આવી છે. જેને પગલે અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા 13 સ્કૂલોને શો કોઝ નોટિસ આપવામા આવી છે અને સ્કૂલ સંચાલકોને જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની જવાબદારી સંચાલક કે આચાર્યની રહેશે. ઉપરાંત આ બેદરકારી બદલ શાળાની 25 ટકા ગ્રાન્ટ કેમ ન કાપવી તે બાબતે એક દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ કરાયો છે. આ 13 સ્કૂલોના 176 નિવૃત કર્મચારીઓને મળનારા લાભ સ્કૂલો તરફથી વિલંબ થતા ડીઈઓ દ્વારા કાર્યવાહી કરવા પ્રક્રિયા કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application