Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના બે આરોપી AGTF ઝડપી લીધા

  • February 05, 2024 

મે 2022 માં, પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ઘુ મુસેવાલાને દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાએ મુસેવાલાના ચાહકોને આંચકો આપ્યો હતો જોકે મોત બાદ પંજાબના રાજકારણમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી. કેનેડા સ્થિત ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈએ સિદ્ઘુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી, ત્યારબાદ પંજાબ પોલીસ મુસેવાલા ગુનેગારોને પકડવાના તમામ પ્રયાસો કરી રહી છે. પરંતુ આજે પંજાબ પોલીસને મોટી સફળતા મળી છે.

પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગેંગ વોરના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરતા પંજાબ પોલીસે બે ગેંગસ્ટરની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સે ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બે ગેંગસ્ટર મનદીપ સિંહ અને જતિન્દર સિંહ છે જે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ સાથે જોડાયેલા છે.  


પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે પકડાયેલા આરોપી મનદીપે સિદ્ઘુ મુસેવાલાની હત્યામાં સામેલ આરોપીઓને આશ્રય આપ્યો હતો. આ સિવાય 2017માં તેણે ગેંગસ્ટર દીપક ટીનુને ભાગવામાં પણ મદદ કરી હતી. આ બંને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમની સામે ચંદીગઢ અને હરિયાણામાં હત્યાના પ્રયાસ, ખંડણી, લૂંટ, આર્મ્સ એક્ટ વગેરેના અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓને વિદેશમાં બેઠેલા તેમના આકાઓએ હરીફ ગેંગસ્ટરોની ટાર્ગેટ કિલિંગ કરવાનું કામ સોંપ્યું હતું.


આ બે આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને 12 જીવતા કારતૂસ પણ મળી આવ્યા છે.   વર્ષ 2022 માં, 29 મેના રોજ, પ્રખ્યાત ગાયક શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ઘુ મુસેવાલાની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલો ગોલ્ડી બ્રાર આ પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. ગોલ્ડી બ્રાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સહયોગી છે. તમને જણાવી દઈએ કે મુસેવાલા હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA દ્વારા પૂછપરછ દરમિયાન સનસનાટીભર્યા દાવા કર્યા હતા. લોરેન્સે કહ્યું કે તેણે આ પહેલા પંજાબી સિંગર સિદ્ઘુ મુસેવાલાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય લોરેન્સે એવો પણ દાવો કર્યો હતો કે તેણે ગોલ્ડી બ્રારને 50 લાખ રૂપિયા મોકલ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application