બોકરવાડા ગામના લાંચ લેતા પકડાયેલા તલાટીના રીમાન્ડ મંજૂર કરાયા બાદ એસીબી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરતા બેન્ક લોકરની તપાસ પણ કરવામાં આવશે. ગૃહ આકારણી પત્રકમાં પોતાનું નામ નોંધાવવા માટે લાંચ લેતા ગાંધીનગર એસીબીની ટીમના હાથે તલાટી ઝડપાયો હતો.
ખાસ કરીને અવાર નવાર આ પ્રકારે લાંચ લેતા કર્મચારીઓ સામે આવતા તેમની સામે કાર્યવાહી પણ તેજ કરવામાં આવી રહી છે.વિસનગર તાલુકાના બોકરવાડા ગામના તલાટી લાંચ લેતા પકડાયા હતા. ત્યારે તલાટી રાજેશ શાહના કોર્ટે 25મી જાન્યુઆરીના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ત્યારે આ મામલે અન્ય કોઈ વ્યવહાર થયા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે જેથી એસીબી તલાટીની પત્નીના બેંક લોકરની તપાસ પણ કરાશે. જેમાં ટ્રાન્ઝેક્શન વગેરે બાબતે પણ ઝિણવટ ભરી તપાસ કરાશે.
લાંચ કેસે મામલે વિસનગર કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી જેમાં આ રીમાન્ડ મળતા વધુ તપાસ હાથ ધરાશે.તલાટી રાજેશ શાહના લાંચ મામલે ફરજ દરમિયાન કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે કે પછી સ્વીકારેલા નાણાં ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યા છે કે કેમ અગાઉ આ મામલામાં કોઈ સાથે વ્યવહાર થયો છે કે કેમ તે તેમામ બાબતે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ACBની ટીમે મહેસાણાની બેન્કમાં પત્નીનું ખાતું હોવાથી તલાટીની પત્નીના નામના બેન્કના ખાતાની પણ તપાસ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500