Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એ.સી.બી.એ નાશિકનાં આસીસ્ટન્ટ રજીસ્ટ્રારને રૂપિયા 20 લાખની લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યો

  • March 31, 2023 

મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ કો.ઓપ સોસાયટીઝનાં આસીસ્ટન્ટ રજીસ્ટ્રારને કથિત રીતે 20 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધો હતો. 32 વર્ષનો આ લાંચીયો આસી. રજીસ્ટ્રાર નિફાટમાં કાર્યરત હતો તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. આ સંદર્ભે વધુ વિગત આપતા એ.સી.બી.નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદી વ્યક્તિના પિતા સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હતો.




આ પ્રકરણે આરોપીએ કાર્યવાહી ન કરવા કથિત રકમની માગણી કરી હતી. ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી આ વિગત આપતા એ.સી.બી.એ જાળ બિછાવી હતી. બુધવારે જ્યારે આસી. રજીસ્ટ્રાર 20 લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારવા નાશિકનાં મુંબઇનાકા વિસ્તારમાં આવ્યો ત્યારે આ રકમ સ્વીકારતા તેની એ.સી.બી.ની ટીમે રંગે હાથે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application