નાશિકનાં દિંડોરીમાં એક વેપારી પાસેથી રૂપિયા 40 લાખની લાંચની રકમ સ્વીકારવાના પ્રયાસમાં મહારાષ્ટ્ર સરકારના એક કલાસ વન અધિકારી એવા સબ ડિવિઝનલ અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથે ધરપકડ કરી હતી. આરોપી ડૉ.નિલેશ અપાર (ઉ.વ.37) દિંડોશીનો સબ ડિવિઝનલ ઓફિસર (એસ.ડી.ઓ.) તરીકે કાર્યરત હતો. આ સંદર્ભે એ.સી.બી.ના અધિકારીઓ મુજબ દિંડોરીમાં ફરિયાદીએ નોનએગ્રિકલ્ચર (એનએ) પરમિશન ન લેતા ફેકટરીનું બાંધકામ હાથ ધરી પ્રોડકશન પણ શરૂ કરી દીધું હતું. તેથી આરોપી અપારે તેને નોટિસ ઇશ્યુ કરી હતી.
આ સાથે જ ફરિયાદીને તેની ફેકટરીમાં ઉત્પાદન પણ બંધ કરી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ લાંચીયા અધિકારીએ જો ફેકટરી ચાલું રાખી અને ઉત્પાદન શરૂ રાખવું હોય તો તે માટે કથિત રૂપિયા 50 લાખની રકમની લાંચ માંગી હતી. અંતે સમજાવટ બાદ આ રકમ ઘટાડી રૂપિયા 40 લાખ કરવામાં આવી હતી. જેથી ફરિયાદીએ આ વાતની જાણ એ.સી.બી.માં કરી હતી. એ.સી.બી.એ જાળ બીછાવી લાંચીયા અધિકારીની લાંચ સ્વીકારતા રંગેહાથે ધરપકડ કરી હતી. સમગ્ર ઘટના અંગે એ.સી.બી.આ પ્રકરણે વધુ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application