ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આપ પાર્ટી દ્વારા એક પછી એક યાદી ઉમેદવારોની બહાર પાડવામાં આવી રહી છે. આ વખતે 11મી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં પાટીદાર પાસ સમિતીના આગેવાન અને તાજેતરમાં જ આપ પાર્ટીમાં જોડાયેલા અલ્પેશ કથિરીયા સહીતના ઉમેદવારોના નામો ટિકિટ માટે જાહેર કરાયા છે. 12 નામો ઉમેદવારનો આપ પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.
આ નામોનો સમાવેશ
ગાંધીધામ-બીટી મહેશ્વરીદાંતા -એમ કે બોંબડીયાપાલનપુર - રમેશ નાભાણીકાંકરેજ - મુકેશ ઠક્કરરાધનપુર -લલિત ઠાકોરમોડાસા - રાજેન્દ્રસિંહ પરમારરાજકોટ ઈસ્ટ - રાહુલ ભુવાદિનેશ જોષી - રાજકોટ વેસ્ટભિમાભાઈ મકવાણા - કુતીયાણાઓલપાડ - ધાર્મિક માલવિયાવરાછા રોડ- અલ્પેશ કથિરીયા
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આપ્યા અભિનંદ
નગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી 11મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ! બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
અલ્પેશ કથિરીયાએ કહી આ વાત
સુરતથી વરાછા બેઠક પરથી ટિકિટ અપાયા બાદ કથિરીયાએ કહ્યું કે,આપ જોતા આવ્યા છો અને અમે પણ કહેતા આવ્યા છીએ ભાજપ-કોંગ્રેસ આ બન્ને પક્ષો મિલીભગતથી ચૂંટણી લડતા આ્વ્યા છે. વસોયા વિશે કહ્યું કે,એટલું જ બધુ ગર્વ હોય તો ભાજપમાં જવું જોઈએ. આ વખતે યુવાનો,મહિલાઓ વડીલો તમામ આપ પાર્ટીની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે. રાજનિતીના મંચ પર યુવાનોએ આગળ આવવું જોઈએ. આ સાથે વધુમાં કહ્યું કે,પાસની સમિતીની બાબતમાં ગહન પુર્વક નિર્ણય લઈશું. એક અભિપ્રાય માટેની ટીમ બનાવીશું અને આગામી દિવસોમાં ચર્ચા કરીશું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500