Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPનું ગુજરાતમાં પણ પ્રદર્શન

  • March 23, 2024 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લિકર પોલિસીમાં મની લોન્ડ્રિંગને લઈને કેજરીવાલની EDએ ધરપકડ કરવામા આવી છે. ED કેજરીવાલના રિમાન્ડ મેળવવા પ્રયાસો કરશે. કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી હતી. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે EDએ દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ કેજરીવાલને ED ઓફિસ લઈ જવામાં આવ્યા હતા.


કેજરીવાલે ED લોકઅપમાં રાત વિતાવી. ત્યારે આજે ગુજરાતભરમાં AAP ના કાર્યકર્તાઓદ ્વારા કેજરીવાલની ધરપકડનો વિરોધ કરાયો છે. જેમાં મોટી સંખ્યામા આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામા આવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુ્ખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપના કાર્યકરોએ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરી ધરપકડ વ્હોરી હતી. અમદાવાદમાં ઇશુદાન ગઢવી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. તો જામ જોધપુરમાં હેમંત ખવા સહિતના નેતાઓએ ધરપડક વ્હોરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ED દ્વારા ધરપકડ મામલે સુરત આપ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તા અને કોંગ્રેસના લૉકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ વિરોધમાં જોડાયા હતા. વિરોધ વધુ ના વકરે તે માટે મોટી સંખ્યા માં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.


વિરોધ કરી રહેલા આપના 20 કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા હતા. તો બીજી તરફ, રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડનો મામલે આપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા હતા. ઈન્ડિયન એલાયન્સ દ્વારા કિસાનપરા ચોકમાં વિરોધ દર્શાવાયો હતો. કોંગ્રેસ અને AAP દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અરવિંદ કેજરીવાલની લિકરકાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે AAPના ધારાસભ્ય સહિતના આગેવાનો અને કોંગ્રેસના પ્રદેશ અને શહેરના આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા. રાજકોટમાં AAP ના કાર્યકરો અને ધારાસભ્યની અટકાયત કરવામાં આવી છે. NCP નેતા રેશમા પટેલની પણ અટકાયત કરાઈ.


કિસાનપરા ચોક ખાતે AAPના ધારાસભ્ય રોડ પર બેસી ચક્કાજામ કર્યો. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને લઈને ભાવનગરમાં પણ વિરોધ કરાયો. ઇડી દ્વારા ભ્રષ્ટાચાર મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. જેનો ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના જશોનાથ ચોકથી ઘોઘાગેટ રોડ પર રેલી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. વિરોધ કરી રહેલા ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ઉમેશ મકવાણાએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ ને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. અમે છેક સુધી લડી લેવા તૈયાર છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application