Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાંદોદનાં ધમણાચા ગામની નદીમાં નાહવા પડેલ યુવકને મગર ખેંચી જતાં મોત

  • July 24, 2023 

નર્મદાનાં નાંદોદ તાલુકાનાં ધમણાચા ગામની નદીમાં નાહવા પડેલા યુવકને મગર ખેંચી જતાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, નાંદોદનાં ધમણાચા ગામનાં વેચાણ ગોરધન વસાવાએ આમલેથા પોલીસને જાણ કર્યા મુજબ તેમનો 42 વર્ષીય ભત્રીજો મહેન્દ્રભાઇ કોયજીભાઇ વસાવા ગતરોજ બપોરનાં સમયે તેમના ઢોરો ચરાવવા ગયો હતો. તે દરમિયાન જુના સ્મશાન પાસે કરજણ નદીના કિનારે ન્હાવા પડતા કરજણ નદીના પાણીમાં રહેલો મગર તેને ઉંડા પાણીમાં ખેંચી લઇ ગયો હતો. જયારે ઢોર ચારી ઘરે પરત ન ફરતા આ મહેન્દ્રને ઘરના સભ્યો અને ગ્રામજનો શોધવા કરજણ નદી કિનારે પહોંચ્યા હતા. ઢોર તેના નિયત સમયે જેતે ઘરે જાતે પહોંચી ગયા હતા. એટલે શોધખોળ દરમિયાન બીજે દિવસે જુના સ્મશાન પાસે કરજણ નદીનાં દરામાંથી તેઓ મૃત હાલતમાં મળી આવ્યો હતો. મગર દ્વારા શરીરે ગંભીર ઈજાઓ પહોચાડતા તેનું મૃત્યુ થયું હતું. ઘટના અંગે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News