સુરતમાં કોર્ટ બહાર યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં ગેંગવોરમાં સુરજ યાદવ નામના શખ્સની હત્યા થઇ છે. તેમાં છરીના 10 જેટલા ઘા ઝીંકવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ હત્યા કરી ફરાર થયા છે. જેમાં મોપેડ પર આવેલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. જેમાં સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. તથા ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખ્સો હત્યા કરી નાસી છૂટ્યા હતા. સચિનનો યુવક હત્યાના આરોપસર કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો અને પરિસરથી 100 મીટરના અંતરે જ જાહેરમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. સીસીટીવીમાં જોવા મળ્યું હતું કે, જાહેરમાં બે યુવક છરી વડે હત્યાના આરોપી પર તૂટી પડે છે અને માત્ર 30 સેકન્ડમાં 15થી 20 જેટલા છરીના ઘા ઝીંકી ફરાર થઈ જાય છે.
આ ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે કોર્ટ પરીસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષણ હથિયાર વડે સુરજ યાદવ નામના યુવક પર હુમલો કર્યો જેમાં તેની હત્યા કરવામાં આવી છે. સુરજ યાદવ હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી તે માટે આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500