મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં દૌણ ગામની સીમમાંથી પસાર થતાં ગૌમુખથી દૌણ ગામ જતાં રોડ ઉપરથી મોપેડ બાઈક ચાલકને દારૂના જથ્થા સાથે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો પ્રોહી. તથા જુગાર અંગેની રેડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ મોપેડ ઉપર મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગૌમુખવાળા રોડ ઉપરથી દૌણ ગામ તરફ આવતા રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ પસાર થનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ગૌમુખથી દૌણ ગામ તરફ આવતા રોડ ઉપર વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી મોપેડ બાઈક આવતા જોઈ પોલીસે બેટરી મોપેડ બાઈકને ઉભી રાખી મોપેડ બાઈકનો નંબર જીજે/૨૬/એચ/૮૬૪૦ જોવા મળ્યો હતો. ત્યારબાદ બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, હિતેશ અશ્વિનભાઈ ગામીત (રહે.દૌણ ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું અને પછી બાઈકના આગળના ભાગે એક મીણીયા થેલીમાંથી ભારતીય બનાવટની છૂટક દારૂની ૯૬ નંગ બોટલ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પકડાયેલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500