Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિસ્કીની બાટલીઓ સાથે સીંગપુર ગામનો યુવક ઝડપાયો

  • September 12, 2020 

રેંજ આઈજી સુરતની ટીમ ઓપરેશન ગૃપના માણસો ને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ગાયસવાર ગામના ડેરી ફળિયા પાસેથી તા.11મી સપ્ટેમ્બર નારોજ એક એકટીવા ગાડી નંબર જીજે/26/એલ/4909 ને ઝડપી પાડી તપાસ કરતા સુમિતભાઈ રામુભાઈ ગામીત રહે, સિંગપુર,બજાર ફળિયું તા.સોનગઢ ના પાસેથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો વિસ્કી બાટલી નંગ 192 જેની કિંમત રૂપિયા 9,600/- તથા તેની અંગ ઝડતી માંથી મળી આવેલ મોબાઇલ જેની કિંમત રૂપિયા 500/- અને એકટીવા ગાડીની કિંમત રૂપિયા ૨૫,000/- મળી કુલ રૂપિયા 35,100/- ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો  હતો,

 

તેની વધુ પૂછપરછમાં દારૂનો જથ્થો સ્ટાર બીયર બાર (મચ્છી બજાર) નવાપુર-મહારાષ્ટ્ર ખાતેથી ભરી લઈ આવ્યો હોય બનાવ અંગે હેડકોન્સ્ટેબલ બીપીનભાઈ રમેશભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે સુમિતભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી સ્ટાર બીયર બારના માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application