Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરવંદા ગામમાંથી દારૂની 96 બાટલીઓ સાથે એક યુવક ઝડપાયો

  • June 16, 2021 

સોનગઢના કરવંદા ગામ માંથી ઈંગ્લીશ દારૂ સુગંધી સંતરાની 96 બાટલીઓ સાથે એક યુવકને પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા ૫૭૬૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

 

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહી ગુના અંગેની રેડમાં નિકળ્યા હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે કરવંદા ગામના મંદિર ફળીયામાંથી ઘરના પાછળના ભાગે એક પ્લાસ્ટીકના કોથળામાં સંતાડેલો ઈંગ્લીશ દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 96 જેની કિંમત રૂપિયા ૫૭૬૦/- નો મુદ્દામાલ સાથે અર્જુનભાઈ જેઠિયાભાઈ ગામીત (ઉ.વ.22) નાને પોલીસને રેડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ સાથે ઝડપાયેલા યુવક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application