ઝીલ કુમાર/બારડોલી : નકલી નોટ છાપી બજારમાં ચલણી તરીકે વટાવવાનો સુરતના પલસાણામાં નકલી ચલણી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ કોરોના કાળ પછી આર્થિક મંદીનો માર જીરવતા એક યુવકને દીપાવલીના તહેવારોમાં કમાઈ લેવાનો તુક્કો સુઝ્યો હતો. સુરતના પલસાણા વિસ્તારના દસ્તાન ગામે એક રહેણાક મકાનમાં તેણે નકલી નોટ છાપવાનો ધંધો શરુ કર્યો હતો. પોલીસે એક બાતમીના આધારે શિવસાગર રેસિડેન્સીના મકાનમાં છાપો મારી નકલી ચલણી નોટ અને સાહિત્ય સાથે એક યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે ૫૦૦ ના દરની ૩૯૮ નોટ કબજે કરવા સાથે કલર પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે આ શખ્સની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે અને નવરાત્રીના પર્વમાં તેણે કેટલી નોટ છાપી અને બજારમાં ચલણમાં મુકવા માટે કોણે કોણે આપી છે તે અંગે પૂછ પરછ ચાલુ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application