સુરત શહેરનાં રાંદેર ખાતે સરકારી વસાહતમાં 12મા માળે એક યુવક લિફ્ટમાં ફસાય ગયો હતો. ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાંદેરમા રામનગર ખાતે સરકારી વસાહતમાં રહેતો 18 વર્ષીય ધામક વસાવા સવારે બિલ્ડીંગના 12મા માળે લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી તેણે બુમો પાડતા ત્યાં રહેતા લોકોમાં ભાગદોડ થઇ હતી. કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. તે પહેલા તે લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો. કોઇ કારણસર અચાનક લિફ્ટ અટકી ગઇ હતી. બાદમાં ફરી લિફ્ટ ચાલુ થઇ જતા હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application