વલસાડનાં કપરાડાનાં કોઠાર ગામે રહેતા ૨૦ વર્ષીય યુવકે કામધંધો નહીં હોવાથી આર્થિક સંકડામણના કારણે ટેન્શનમાં આવી જઇ વારોલીતલાટ ગામેથી પસાર થતી કોલક નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધુ હતું. મળતી માહિતી મુજબ, કોઠાર ગામના માની ફળિયામાં રહેતા ખેડૂત સંજય ભાયલુભાઈ વળવીએ નાનાપોંઢા મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે વહેલી સવારે મિત્ર સાથે સેલવાસ ખાતે ફૂલ વેચીને પરત થરે આવતો હતો.
ત્યારે તેના ગામના સરપંચ નવીનભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેના ભત્રીજા નયન જશુભાઈ વળવી (ઉ.વ.૨૦)ની એક્સેસ મોપેડ વારોલીતલાટ ગામના રાઉત ફળિયા, કોલક નદીના પુલ પાસે છે પણ નયન ક્યાંય દેખાતો નથી. આથી સંજય તરત જ સ્થળ પર પહોંચ્યો હતો. આ સમયે કોલક નદીના પાણીમાંથી નયનની લાશ મળી આવી હતી. ત્યારબાદ મૃતદેહને નાનાપોંઢા સી.એચ.સી. ખાતે લઈ જવાયો હતો. ત્યાં પહોંચેલા નયનના પરિવારના સભ્યોને ફરિયાદી કાકાએ પૂછ્યું તો જાણ્યું કે નયન કોઈ કામધંધો કરતો નહીં હોવાથી થોડા સમયથી આર્થિક સંકડામણના કારણે ટેન્શનમાં રહેતો હતો. ત્રણ-ચાર દિવસથી પોતાની એક્સેસ મોપેડ લઇને ઘરેથી નીકળી ગયો હતો અને સવારે તેની લાશ નદીમાંથી મળી આવી હતી. બનાવ અંગે પોલીસે હાલ અકસ્માત મોત મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application