નિઝરના હિંગણીના ફોટોગ્રાફીનો ધંધો કરતા યુવાનના ક્રેડીટકાર્ડની લીમીટ વધારવા તથા રીવોર્ડ પોઈન્ટના રૂપિયા ૧૦,૦૦૦/- જમા કરવાના ઓથા હેઠળ ઓટીપી માંગી રૂપિયા ૨૯,૯૯૦ યુવાનના ખાતામાંથી ગઠિયાએ ટ્રાન્સફર કરી લઈ ઓનલાઈન છેતરપીંડી કરી હતી. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના હિંગણી ગામના ભોય ફળીયામાં રહેતા અને ફોટોગ્રાફી સાથે સંકળાયેલા રાહુલભાઈ આશારામભાઈ શિવદે (ઉ.વ.૩૧)ના મોબાઈલ ઉપર તારીખ ૦૮/૦૨/૨૦૨૫ નારોજ અજાણી મહિલાનો ફોન આવતા જેઓએ તમારા ક્રેડીટ કાર્ડની લીમીટ મુદ્દે પુછપરછ કરી લીમીટ વધારવામાં આવી છે જેના માટે ઉપરી અધિકારી સાથે વાત કરવા કોલ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. પરંતુ નેટવર્ક ઈસ્યુના લીધે ફોન કટ થઈ ગયો હતો.
ત્યારબાદ બપોર બાદ ફરીથી એક અજાણ્યા ઇસમનો કોલ આવેલ હિન્દી ભાષી ઈસમે જણાવેલ કે તમારા ખાતામાં રીવોર્ડ પોઈન્ટ રૂપિયા ૧૦,૦૦૦/- આવેલ છે, જે તમારા ક્રેડિટ કાર્ડના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે, જેથી તમારા મોબાઈલ નંબર ઉપર ત્રણ વાર અલગ-અલગ ઓટીપી આવશે જે ત્રણેય વખત ઓટીપી આપજો, જેથી થોડીવારમાં એક પછી એક ત્રણ વાર અલગ-અલગ ઓટીપી આવતા જે ઇસમને જણાવી દીધા હતા.
જેથી રાહુલભાઈ શિવદેના એસ.બી.આઈ.ના ભારત પેટ્રોલિયમ ક્રેડિટ કાર્ડમાંથી પ્રથમ રૂપિયા ૯૯૯૬, બીજી વખત રૂપિયા ૯૯૯૬, ત્રીજી વખત રૂપિયા ૯૯૯૬ મળી કુલ રૂપિયા ૨૯,૯૯૦/- કપાઇ ગયા હતા. ફોન આવેલ તે નંબર ઉપર પાછો ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. યુવાનના ક્રેડિટ કાર્ડ ખાતામાં કુલ રૂપિયા ૩૯,૯૬૬/- હતા જેમાંથી અજાણ્યા ઈસમે રૂપિયા ૨૯,૯૯૦/- ટ્રાન્સફર કરી લીધા હતા. બનાવ અંગે ઓનલાઈન છેતરપીંડી કરનાર અજાણ્યા ઈસમ સામે નિઝર પોલીસ મથકે તારીખ ૨૮/૦૨/૨૦૨૫ નારોજ ફરિયાદ આપતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500