વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રહેતા યુવકના ઘરે આનંદ ચૌદસના દિવસે વિસર્જન બાદ ફળિયામાં રહેતા યુવક સાથે ઘરે આવ્યો હતો. જયારે થાકી ગયો હોવાથી યુવક સુઈ ગયો હતો. ત્યારબાદ અચાનક યુવક ઉઠી જતા યુવકની પત્નીને યુવકનો મિત્ર ઈશારાઓ કરી વાતો કરી રહ્યા હતા. જેને જોઈ લેતા મહિલાના પતિએ ઈશારા કરનાર યુવકને માથાના ભાગે લાકડાના ફટકા મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. જેથી યુવકને 108 મારફતે કપરાડા PHC ખાતે ખસેડયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જ્યાં સારવાર દરમ્યાન ઇજા ગ્રસ્ત યુવકનું મોત થતા નાનાપોઢા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી યુવકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કપરાડાના અંભેટીના ભવાની ફળિયામાં રહેતા પ્રજ્ઞેશભાઈ વિજયભાઈ વારલી તેની પત્ની સાથે રહેતો હતો. જોકે આનંદ ચૌદસના દિવસે ફળિયામાં આવેલા ગણેશ મંડળના શ્રીજીની વિસર્જન યાત્રામાં ગયો હતો. ત્યાંથી તેના મિત્ર પ્રવીણભાઈ મગનભાઈ ચવરા સાથે આવ્યો હતો. ગણેશ વિસર્જનમાં નાચીને પ્રજ્ઞેશ થાકી ગયો હતો. જેથી ઘરમાં જઈને સુઈ ગયો હતો. થોડીવાર બાદ પ્રજ્ઞેશની અચાનક ઊંઘ ઊડી જતા પ્રજ્ઞેશની પત્ની અને પ્રવીણને ઇશારામાં વાત કરતા જોયા હતા.
થોડીવાર સુધી પ્રવીણ અને પ્રજ્ઞેશની પત્નીને ઇશારામાં વાત કરતા જોઈને ગુસ્સે ભરાયેલા પ્રજ્ઞેશ વારલીએ અચાનક ઉઠીને બળતણના લાકડામાંથી એક લાકડું લાવીને મિત્ર પ્રવીણના માથામાં ફટકા માર્યા હતા. અને પ્રવીણને ગંભીર રીતે ઘાયલ કરી નાંખ્યો હતો. ઘટના અંગે બુમાબુમ થતા આજુબાજુના પાડોશીઓ અને અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રજ્ઞેશે તાત્કાલિક 108ની ટીમની મદદ લઈને ઇજા ગ્રસ્તને સારવાર માટે નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં ખસવામાં આવ્યો હતો. પ્રવીણને થયેલી ગંભીર ઇજાઓને લઈને વધુ સારવાર માટે ધરમપુર સ્ટેટ અને ત્યાંથી વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ઇજાગ્રસ્ત યુવક પ્રવીણ ચવરાને થયેલી ગંભીર ઇજાઓને લઈને સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. નાનાપોઢા પોલીસ મથકે પ્રજ્ઞેશ વારલી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપી પ્રજ્ઞેશની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500