વલસાડનાં વાપી તાલુકામાં એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને એક યુવકે લગ્ન કરવાની લાલચ પ્રેમ જાળમાં ફસાવી હતી. જયારે લોક ડાઉન દરમ્યાન સગીરાની મરજી વિરુદ્ધ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ગર્ભવતી બનાવી આરોપી યુવક ભાગી ગયો હતો. તે કેસમાં નાસ્તાતો ફરતો વોન્ટેડ આરોપી સુરત ખાતે હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે છાપો મારીને પોકસો એકટના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.
વલસાડ SOGની ટીમે વાપીની ડુંગરા પોલીસને આરોપીને સોંપીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની તેના પરિવાર સાથે રહેતા હતા. શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરા ઉપર નજીકમા રહેતા યુવકની નજર બગડી હતી. જેથી યુવકે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીરા સાથે પ્રેમ સંબંધની શરૂઆત કરી હતી. જે બાદ અચાનક લોકડાઉન શરૂ થયું હતી. લોકડાઉન દરમ્યાન સગીરાની મરજી વિરુદ્ધ સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. યુવકે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરી આરોપી યુવક ફરાર થઇ ગયો હતો.
ત્યારબાદ સગીરાની તબિયત લથડતા સગીરાનાં પરિવારનાં સભ્યોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની પૂછપરછ કરતા સગીરાએ તેના પરિવારના સભ્યોને સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. ઘટના અંગે સગીરાના પરિવારના સભ્યોએ યુવક વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં બોન્ટેડ આરોપી સુરત ખાતે હોવાની બાતમી વલસાડ S.O.G.ની ટીમને મળી હતી. મળેલી બાતમીનાં આધારે વલસાડ S.O.G.ની ટીમે આરોપી યુવક મોહમ્મદ આફતાબ આલમ મહમદ જાકિમ શેખ (ઉ.વ.25)ની અટકાયત કરી ડુંગરા પોલીસને આરોપીનો કબ્જો કરી આગળની તપાસ ડુંગરા પોલીસને સોંપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500