Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કચરાનાં ઢગલા બાબતે બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડામાં એક યુવકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડયો

  • June 18, 2022 

બારડોલી આર.ટી.ઓ. ઓફિસની બાજુમાં રહેતા બે પરિવાર વચ્ચે કચરાનાં ઢગલા બાબતે થયેલા ઝઘડામાં એક યુવકને માથા અને કાનના ભાગે ઇજા થતાં સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીની આર.ટી.ઓ કચેરીની બાજુમાં રહેતા કંચનબેન રમણભાઈ મૈસુરિયા (ઉ.વ.70) પોતાના પુત્ર હરીશભાઇ સાથે રહે છે જયારે હરીશ છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.



જયારે ગત તા.15મી જૂનના રોજ કંચનબેન તેમના પુત્ર હરીશભાઇ સાથે વ્યારા મરણ પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી સાંજે 5 વાગ્યે પરત ફર્યા હતા. ત્યારે તેમના ઘરના આંગણામાં ઝાડ-પાનનાં ઢગલા હોય આ બાબતે બાજુમાં રહેતા સરફરાઝની પત્નીને પૂછતાછ કરી હતી. પરંતુ સરફરાઝની પત્નીએ તેમણે આવું કર્યું ન હોવાનો જવાબ આપ્યો હતો.



ત્યારબાદ સરફરાઝ ઘરે આવતા તેણે હરીશ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. આથી હરીશ બહાર આવતા સરફરાઝે તેના હાથમાંના લાકડા વડે માથામાં અને કાનમાં સપાટા મારતા હરીશ લોહી લુહાણ થઈ ગયો હતો. હરીશ નીચે પડી જતાં સરફરાઝ હવે પછી તુએ અમારી સાથે મગજમારી કરી છે તો તને મારી નાંખીશ એવી ધમકી આપી નાસી છૂટ્યો હતો.



ઘટના બાદ હરીશ અને તેની માતા તાત્કાલિક બારડોલી પોલીસ મથક પહોંચ્યા હતા અને ત્યાંથી તેને બારડોલીની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સરદાર સ્મારક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે હરીશની માતા કંચનબેન રમણભાઈ મૈસુરિયાની ફરિયાદના આધારે સરફરાઝ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application