Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અડાજણ વિસ્તારમાં વરસતા વરસાદમાં ભરાયેલ પાણીમાંથી મિત્ર સાથે પગપાળા જઈ રહેલ યુવકને કરંટ લાગતા મોત

  • July 23, 2024 

સુરત શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તેવા સમયે અડાજણ વિસ્તારમાં વરસતા વરસાદમાં ભરાયેલા પાણીમાંથી મિત્ર સાથે પગપાળા જઈ રહેલા યુવાનને કરંટ લાગતા મોતને ભેટયો હતો. આ સાથે સુરતમાં બે દિવસમાં વરસાદના લીધે વિવિધ વિસ્તારોમાં 80થી વધુ વૃક્ષ અને વૃક્ષની ડાળી તૂટવાન પામ્યા હતા. જેમાં બે વ્યકિતને ઇજા થઇ હતી. અડાજણમાં પતરાનો સેડ તૂટી પડતા ચારથી પાંચ બાઈક દબાઈ જતા અફડાતફડી મચી ગઈ હતી.


ડીંડોલીમાં ઝાડ તૂટીને કાર પર પડયું હતું. સિવિલથી મળેલી વિગત મુજબ, પાલનપુર જકાતનાકા ખાતે સંતુકારામ સોસાયટીમાં રહેતો 32 વર્ષીય મહેન્દ્ર બહાદુર ગોર સાઉદ રવિવારે રાત્રે તેના મિત્ર સાથે વરસતા વરસાદમાં પગપાળા ઘરે જઈ રહ્યા હતા. તે સમયે પાલ વોકવે રોડ પાસે સર્જન રો હાઉસ સોસાયટીના ગેટ નજીક વરસાદી પાણી ભરાયા હતા. જોકે ત્યાં મહેન્દ્રને ઇલેક્ટ્રીક થાંભલો અડી જવાથી જોરદાર ઈલેક્ટ્રીક કરંટ લાગતા ઢળી પડયો હતો. જેથી તેનો મિત્રો તેને સારવાર માટે 108માં નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેના મૃત જાહેર કર્યો હતો. તે મુળ નેપાળનો વતની હતો તેને બે સંતાન છે.


તે મજુરી કામ કરતો હતો. જયારે ડીંડોલીમાં લેક ગાર્ડન પાસે રહેતો 36 વર્ષીય દિપક ઉદયરાજ બાઇક પર જતો હતો. ત્યારે પુણા કુબેરનગર બ્રીજ પાસે અચાનક ઝાડ તૂટીને નીચે તેમના ઉપર પડતા ઇજા થઇ હતી. જયારે અઠવા લાઇન્સ રોડ ગત રાતે ઇલેકટ્રીક થાંભલો પડતા એક વ્યકિતને ઇજા થઇ હતી. આ સાથે રાત્રે અડાજણમાં ટી.જી.બી સર્કલ પાસે બિલ્ડીંગના પતરાનો સેડ સાથે ડીજીટલ બેનર તૂટી નીચે પડયુ હતુ. જેમાં ચારથી પાંચ બાઈક દબાઈ જતા નુકશાન થયુ હતુ. સુરત શહેરમાં બે દિવસમાં વિવિધ વિસ્તારોમાં વરસાદના લીધે વૃક્ષ અને વૃક્ષની દાળ તૂટી પડવાના 80થી વધુ કોલ મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application