બારડોલી તાલુકાનાં માણેકપોર ગામના એક પાસે હોટેલનાં કંપાઉન્ડમાં ગોડાઉનનું શટલ ખોલતી સમયે યુવકને કરંટ લાગતાં બેભાન થયો જેથી તેણે સારવાર અર્થે લઈ જતાં તબીબે મૃત જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાઇવે નંબર 53 પર માણેકપોર ગામની સીમમાં આવેલ સહયોગ હોટલ પર રહેતા મૂળ બાડમેર રાજસ્થાનના ઇમ્તિયાઝભાઈ જાકબ ખાન ગત ગુરુવારનાં રોજ બપોરના સમયે હોટલના કંપાઉન્ડમાં આવેલ ગોડાઉનમાં પાણીની ખાલી બોટલ લેવા ગયા ગોડાઉનનું શટલ ખોલતા ઇમતિયાઝને વીજ કરંટ લાગ્યો જેથી બેભાન થઈ ગયો હતો. તેમજ ત્યાં હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે લઈ ગયા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application