ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત વીજ વાયરો જમીન સુધી ઉતરી આવ્યા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે,તેવામાં ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે જીવંત વીજ વાયર જમીન સુધી ઉતરી આવતા લોકોના જીવ ને જોખમ ઉભું થયું છે,સાથે સાથે વીજ વાયર ને અડી જતા એક યુવાન ગંભીર રીતે દાજી જતા તેને સારવાર લેવાની નોબત આવી છે.
સ્થાનિકોને જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમય થી તેઓના ગામ માં આ પ્રકારે વીજ કંપની ના જીવંત વાયરો જમીન સુધી લટકી પડ્યા છે જેને લઇ નાના બાળકો થી લઇ સ્થાનિક લોકો અને પશુ ધન માટે પણ આ વિસ્તારમાં જોખમી રીતે લટકતા વાયર નો જોખમ ઉભું થયું છે,સ્થાનિક લોકોએ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નિંદ્રામાં રહેલું વીજ કંપની દ્વારા મામલે યોગ્ય ધ્યાન ન આપતા આખરે એક વ્યક્તિ ને કરંટ લાગતા દાજી જવા પામ્યો છે.
સરનાર ગામ માં આ પ્રકારે જોખમી રીતે લટકતા વીજ વાયરો ને જો વહેલી તકે રીપેરીંગ કરી ને યોગ્ય સમારકામ નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોએ જીઈબી તંત્ર સામે આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે,મહત્વની બાબત છે કે આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની ના વાયરો લટકી રહ્યા હોવાની અનેક બાબતો સામે આવતી હોય છે તેવામાં જીઈબી વિભાગ ના તંત્રએ પણ યોગ્ય સમયે આ વીજ વાયરોનું સર્વે કરાવી તેને સલામતી રીતે કરવું અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500