અંકલેશ્વરના મીરા નગર સ્થિત એક્સિસ બેન્કના એટીએમ સેન્ટર ખાતે એક યુવાનનું એટીએમ બદલી 15000 ઉપાડી ત્રણ ઠગ ફરાર થઈ ગયા હતા.બીજી વાર 3000 ઉપાડવા ઊભા હતા તે દરમિયાન એટીએમ પાસે ઉભેલા ત્રણ ઈસમોએ એટીએમ કાર્ડ બદલી લીધું,
અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં રહેતા પરશુરામ કૈલાશભાઈ વસાવા ગત રોજ પોતાના પૈસા ઉપાડવા મીરાનગર સ્થિત એક્સિસ બેન્કના એટીએમ સેન્ટર ખાતે ગયા હતા જેઓએ પ્રથમ વાર 10,000 ઉપાડી બીજી વાર 3000 ઉપાડવા ઊભા હતા.
તે દરમિયાન એટીએમ પાસે ઉભેલા ત્રણ ઈસમોએ એટીએમ કાર્ડ બદલી લીધું હતું જે બાદ રૂપિયા નહીં ઉપાડતા પરશુરામ વસાવા ત્યાંથી જતા રહ્યા હતા જે બાદ તેઓના ફોનમાં 15000 ઉપડી ગયા હોવાનો મેસેજ આવતા તેઓ ચોકી ઉઠ્યા હતા જેઓ સાથે ઉભેલા ત્રણ ઈસમો એટીએમ બદલી તેઓ સાથે 15,000 ની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.પોલીસે આ આરોપીને પકડવા વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500