Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ઓટા ચાર રસ્તા પરથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો

  • September 05, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આર.ટી.ઓ.થી ઓટા ચાર રસ્તા તરફ જતા જાહેર રોડ ઉપરથી વગર પાસ પરમિટે નવાપુર તફથી આવતા મોપેડ બાઈક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, નવાપુરથી એક ઈસમ નંબર વગરની મોપેડ ઉપર ચોરી છુપીથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી લાવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે આર.ટી.ઓ.થી ઓટા ચાર રસ્તા તરફ જતા જાહેર રોડ ઉપર સાર્વજનિક હાઈસ્કુલની સામે છુટા છવાયા વોચમાં ઉભા હતા. તે સમયે બાતમીવાળી નંબર વગરની મોપેડ બાઈક ઉપર એક ઈસમ આગળ કાપડનો થેલો મૂકી આવતો હતો.


ત્યારબાદ તેણે રોકી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, આકાશ ભટરાજભાઈ જાદવ (રહે.વેગી ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેના પાસેના થેલા અને મોપેડ બાઈકનાં ડીક્કીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ ૨૧૬ નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂ જેની કિંમત રૂપિયા ૨૦,૪૦૦/- અને મોપેડ બાઈકની કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૩૫,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News