સોનગઢના સાતકાશી ગામના વિસ્તારમાં રહેતા યુવકે જંગલમાં ઢોર ચરાવવા જતી સગીરાને લગ્નની લાલચે વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના સાતકાશી ગામના નિશાળ ફળીયામાં રહેતો દિનેશભાઈ ભીમાભાઈ વસાવા (ઉ.વ.૨૯) નાએ આજથી આશરે છ એક માસ પહેલા જંગલમાં ઢોર ચરાવવા જતી સગીરાનો એકલતાનો લાભ સગીરાને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું,
જોકે સગીરાનના પેટમાં આશરે છ માસનો ગર્ભ રહી જતા આરોપીની કરતુત સામે આવી હતી.બનાવ અંગે સગીરાના પરિવારજનોએ આરોપી દિનેશભાઈ ભીમાભાઈ વસાવા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસે તા.૨૪/૦૨/૨૦૨૩ નારોજ આરોપી યુવક વિરુદ્ધ આઈપીસીની કલમ ૩૭૬(૨) તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500