Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલમાં રહેતા યુવક સાથે કેનેડા વિઝાનાં નામે રૂપિયા 26 લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ

  • August 11, 2023 

ગાંધીનગરનાં કલોલમાં રહેતા એક યુવકને કેનેડા જવું હોવાથી તેણે અમદાવાદમાં રહેતા દંપતીનો સંપર્ક કર્યો હતો. વિઝાનું કામ કરતા આ દંપત્તિએ કેનેડાનાં વિઝા થઈ જશે તેવી ખાતરી આપી હતી અને યુવકનાં પિતા પાસેથી જુદી-જુદી વખતે માતબર રૂપિયા ખંખેરી લીધા હતા અને વિઝા કરાવી આપ્યા નહોતા જેથી તેના પિતાએ પૈસા પરત માગતા આ લોકોએ પૈસા પાછા ન આપી રૂપિયા 26 લાખની છેતરપિંડી કરી હતી. ઘટના અંગે પોલીસે બંને સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલમાં રહેતા યુવકને કેનેડા જવાનો અભરખો ભારે પડ્યો છે અને તેણે રૂપિયા 26 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.



કલોલમાં રહેતા રમેશચંદ્ર રત્નેશ્વર ત્રિવેદીનાં પુત્ર ધ્રુવને કેનેડા જવાનું હોવાથી તેણે વિઝા માટે આમંત્રણ વિઝા કન્સલ્ટિંગના પટેલ હિતેશભાઈ નગીનદાસ અને તેની પત્ની પટેલ શિવાંગીબેન હિતેશભાઈનો સંપર્ક કર્યો હતો અને આ બંને જણાએ તમારા વિઝા થઈ જશે તેવી ખાતરી આપી હતી અને તે પેટે તેઓએ ફાઈલ ચાર્જ પેટે રૂપિયા 32,840 તથા અલગ અલગ સમયે પૈસાની માંગણી કરી હતી અને જુદા જુદા સમયે અને ખાતાઓમાં તેના પિતાએ હિતેશભાઈ અને તેની પત્નીનાં ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. આ લોકોએ માતબર રકમ જમા કરાવી હતી તેમ છતાં તેઓ ધ્રુવના વિઝા કરાવ્યા ન હતા. જેથી રમેશચંદ્ર એ પૈસા પરત માગતા હિતેશભાઈએ પાંચ લાખ જેવી રકમ પરત આપી હતી અને બાકીનાં 26,19,306/- પરત આપ્યા ન હતા. જેથી રમેશચંદ્ર દ્વારા પોલીસ મથકમાં છેતરપિંડી આચરનાર દંપતી સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application