ડોલવણના બામણામાળ દૂર ગામના યુવાને મહુવાનાં બારતાડ ગામે આવેલા આંબાવાડીમાં ગળે ફાંસો આપઘાત કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં બામણામાળ દૂર ઝાબી ફળીયામાં રહેતો ક્રિશ અજયભાઇ પટેલ (ઉ.૧૯)ને તેની માતા મનીષાબેન પટેલે રાત્રીના ૧૧ વાગ્યે ઘરની બહાર જવાની ના પાડતા ઝઘડો થયો હતો. જેથી ક્રિશ પટેલને મનમાં ખોટુ લાગી આવતા પોતાની મોટર સાયકલ લઈ ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. તે મોડી રાત સુધી ઘરે નહીં આવતા પરિવારજનોએ તેને ફોન કરતા તેણે ફોન પણ ઉપાડયો નહતો. તેના પરિવારજનોએ તેની તપાસ હાથ ધરતા બારતાડ ગામે પટેલ ફળીયામાં નયનભાઈ પટેલની આંબાવાડીમાં કિશની ઝાડ સાથે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાધેલી લાશ મળી હતી. બનાવ અંગે જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application