ભરૂચ જિલ્લાનાં બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાનાં ઝામ્બિયામાં ફાયરિંગની થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે આ ગોળીબારમાં બે પૈકી એક ભાઈનું મોત નીપજ્યું હતું. જયારે હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચનાં ટંકારીયા ગામનાં વાતની હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે ગત રાતે બનેલી ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હુમલો લૂંટનાં ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.
જોકે, હુમલાની ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ છે. ભરૂચ જિલ્લાનાં મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાનાં દેશોમાં રોજગારી માટે વસ્યા છે. જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઇ ગયા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આફ્રિકાનાં ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચનાં ટંકારીયા ગામનાં બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગાર અર્થે જઈને વસ્યા છે. જોકે તેઓ ગ્રોસરી શોપ ચલાવતા બે યુવાનો રાતે ઘરે સુતા હતા. તે સમયે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા.
તેમજ રાત્રે 3 થી 4નાં અરસામાં લૂંટારૂઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારૂઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારૂએ સીધું ફાયરિંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો. ભાઈની મદદે અજમદ આવી પહોંચતા તેને પણ ગોળી મારવામાં આવી હતી. જેના હાથનાં ભાગે વાગતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જયારે બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટનામાં એકનું મોત નીજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. ત્યારે બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકનાં મોતનાં પગલે નિવૃત એસટી કર્મચારી ઈબ્રાહીમ કરકરિયા અને તેમનું પરિવાર શોકમગ્ન બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500