જર્મનીમાં અભ્યાસ અર્થે ગયેલા પાટણ જિલ્લાનાં ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનાં યુવકનું જર્મનીમાં રહસ્યમય રીતે મોત નીપજ્યું છે. જેમાં યુવકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. દિકરાના મોતના સમાચાર સાંભળતા પરિવાર હિબકી ઉઠ્યું હતું. જર્મનીમાં યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી વિદેશ મંત્રાલયના સહકારથી મૃતદેહને વતન લાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, રક્ષાબંધન પહેલા બહેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મળતી માહિતી પ્રમાણે, ચાણસ્મા તાલુકાનાં સેવાળા ગામનો ચિરાગ પટેલ પાંચ વર્ષ પહેલા ઓટો મોબાઈલનાં અભ્યાસ અર્થે જર્મની ગયો હતો.
બીજી તરફ, પાંચ દિવસ પહેલા જર્મનીના એક તળાવમાંથી રહસ્યમય રીતે ચિરાગનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી સ્થાનિક પોલીસ દ્વારા ચિરાગના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તેવામાં ચિરાગના પાર્થિવ મૃતદેહને વતનમાં મોકલવા માટે સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ચિરાગનો પરિવાર હાલ સુરત ખાતે રહે છે. દિકરાનું મોત નીપજ્યું હોવાની જાણકારી મળતા પરિવાર ચોંકી ઉઠ્યાં છે. જર્મનીમાં દિકરાનું રહસ્યમય રીતે મોત થતાં પરિવારમાં શોક છવાયો છે. જ્યારે રક્ષાબંધન પહેલા બે બહેનો તેનો એકનો એક ભાઈ ગુમાવતા પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application