નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પ્રેમમાં નિષ્ફળતા મળતાં યુવકે આત્મહત્યા કરી હતી. પાડોશીઓએ બનાવ અંગે તપાસ શરૂ કરી હતી. બનાવની વિગત એવી છે કે, નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા માયા તલાવડીમાં રહેતા અજય રાઠોડ (ઉ.વ.25) જે સુરત ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને એક વર્ષથી કોઈ યુવતીના પ્રેમમાં હતો. જોકે, ત્યારબાદ પ્રેમમાં નિષ્ફળતા મળતા હતાશ થઈ પોતાનાં ઘરે ઓઢણી વડે ગળે ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.ત્યારબાદ ઘરમાં સવારે 7:30 વાગ્યે માતાએ પુત્રનો મૃતદેહ જોતા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ થતા પડોશીઓએ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી ટાઉન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application