Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ભટવાડા ગામનો યુવક વિસ્કીની બોટલો સાથે ઝડપાયો,ત્રણ વોન્ટેડ

  • November 03, 2020 

તાપી જીલ્લા ડીવાયએસપી સ્ટાફને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ભટવાડા ગામના તાપી ફળીયામાં રહેતો દાસાભાઈ મચલા ચૌધરી ને વૈકુંર ગામની તાપી નદીના કિનારેથી ઈંગ્લીશ દારૂ વિસ્કીની કુલ બોટલ નંગ 24 જેની કિંમત રૂપિયા 3,600/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

આરોપીની વધુ પૂછપરછમાં સંજય ફતેસિંગભાઈ વસાવા રહે,ખેરવાડા તા.સોનગઢ નાને દારૂ પહોંચાડવાનો હતો તેમજ ભરત ઉર્ફે જુગાડીયો જયરામભાઇ ગાવિત રહે, લક્કડકોટ, તા,નવાપુર અને શકિત રહે,સીંગપુર તા.સોનગઢ નાઓએ દારૂ ભરી આપ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળતા ત્રણેય જણાને વોન્ટેડ જાહેર કરવામાં છે.

 

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંદીપભાઈની ફરિયાદના આધારે ચાર આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application