Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજા ગામનો યુવક મોપેડ ગાડી પર દારૂની હેરાફેરી કરતા પકડાયો, 22 હજારનો મુદ્દામાલ જપ્ત

  • June 06, 2021 

સોનગઢના ગુણસદા ગામ પાસેથી એક મોપેડ ચાલકને દારૂની 48 બાટલીઓ સાથે ઉકાઈ પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા 22 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

સોનગઢના ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો શનિવારે મોડીસાંજે વાહનચેકિંગમાં હતા તે દરમિયાન ગુણસદા ગામ પાસેથી એક મોપડે ગાડી નંબર જીજે/05/એસવી/6826 ને ઝડપી પાડી મોપડ ચાલકની પૂછ પરછ કરતા તેણે પોતાનું નામ આશિષભાઈ નાથુભાઈ ગામીત રહે, પટર ફળિયું, ભડભૂંજા ગામ તા.ઉચ્છલ નાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં ગાડીની ડીકી માંથી દેશી દારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ 48 મળી આવી હતી.

 

 

 

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ નીતેશભાઈ ની ફરિયાદના આધારે 24,00/- રૂપિયાનો દારુ, 20 હજારની મોપેડ ગાડી મળી કુલ્લે રૂપિયા 22,400/- નો મુદ્દામાલ કબજે કરી આશિષ ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application